મોડાસા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)મોડાસામાં ચાર દિવસ પૂર્વે ડુંગરવાડા ચોકડી પાસે જાઉલ નામના યુવકનું બાઈકના જમ્પરથી હુમલો કરી મોત નીપજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા જેને જિલ્લા અરવલ્લી એલ.સી.બી એ મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડ્યા હતા ત્યારબાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા. આજે પોલીસે આરોપી અશરફ ઉર્ફે ગુચ્છા અજમેરી અને નાથુ અજમેરીને ઘટનાની જગ્યાએ લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું
પોલીસે કરેલા રીકન્સ્ટ્રક્શને આજુબાજુથી લોકો આરોપીઓને જોવા ઉમટી પડ્યા હતા પડ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ