મોડાસા, 12 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની રૂરલ સ્ટડીઝ ફેકલ્ટીના બોર્ડ ઓફ સ્ટડીઝમાં સભ્ય તરીકે સંલગ્ન કોલેજો/માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/શિક્ષક સહાય કેન્દ્રોના વિભાગોના વડાઓમાંથી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે પરામર્શ કરીને, કુલપતિ દ્વારા ત્રણ વિભાગોના વડાઓની નિમણૂક કરવામાં આવી છે.
આમાં શ્રીમતી કે.એ. મોદી એમ.એસ.ડબલ્યુ. કોલેજ, મોડાસાના આચાર્ય ડૉ. રાકેશકુમાર પ્રજાપતિનો સમાવેશ થવા બદલ હૃદયપૂર્વક આનંદ થાય છે.
આ પ્રસંગે મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, માનદ મંત્રી ડૉ. ઘનશ્યામભાઈ શાહ તેમજ સમગ્ર કોલેજ પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા અનંત શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ