કુતિયાણા નજીક અકસ્માત, 3 લોકોના મોત
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર કુતિયાણા નજીક રવિવારની રાત્રીના અકસ્માતની ઘટના બની હતી કાર પુલ સાથે અથડાતા દંપતિ સહીત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જયારે પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. રાજકોટથી તલાટીની પ
કુતિયાણા નજીક અકસ્માતમાં 3 લોકોના મોત.


કુતિયાણા નજીક અકસ્માતમાં 3 લોકોના મોત.


કુતિયાણા નજીક અકસ્માતમાં 3 લોકોના મોત.


કુતિયાણા નજીક અકસ્માતમાં 3 લોકોના મોત.


પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર કુતિયાણા નજીક રવિવારની રાત્રીના અકસ્માતની ઘટના બની હતી કાર પુલ સાથે અથડાતા દંપતિ સહીત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જયારે પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી.

રાજકોટથી તલાટીની પરિક્ષા આપી પરત ફરતી વેળાએ અકસ્માતનથી ઘટના બની હતી.પોરબંદરના કુતિયાણા નજીક રાજ શકિત હોટલ પાસે કાર પુલ સાથે ધડાકાભેર અથડાય હતી. જેમા પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદેભાઇ ભાયાભાઇ ભુતીયા અને તેમના પત્નિ મનીષાબેન માલદેભાઇ ભુતીયા અને તેમના સાળા જયમલભાઇ ઓડેદરાનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. જયારે પાંચુ વર્ષની નૈતિકા માલદભાઇ ભુતીયાને ગંભીર ઇજા પહોંચી હતી આ બનાવાની જાણ થતા સ્થાનિકો અને કુતિયાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવામા આવ્યા હતા પાંચ વર્ષની બાળકીને પણ સારવાર માટે પોરબંદર ખાતે લાવામા આવી હતી. મૃતક માલદેભાઇ ભુતીયા અને તેમના પત્નિ અને સાળો રાજકોટ ખાતે તલાટીન પરિક્ષા આપવા માટે રાજકોટ ગયા હતા અને પરત ફરતી વેળાએ આ ઘટના બની હતી.

આ બનાવની જાણ થતા તેમના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમના આક્રંદથી ભારે ગમગીની છવાઇ ગઇ હતી મૃતક પરિવાર છાયા વિસ્તારમાં રહે છે. દંપતી સહિત ત્રણના મોતને પગલે સમગ્ર પોરબંદર પંથકમા ભારે શોક છવાયો હતો આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande