પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર નજીકના ભાણવડ તાલુકા ના ગડુ ગામ માં રહેતી એક મહિલાને વેહલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતા અડવાણા 108ની ટીમે તેને એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી.આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોય છે. જેમની એક સેવા 108 ને માનવામાં આવે છે.
108 ની ટિમ કોઈપણ સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. ત્યારે તા. 15 સપ્ટેમ્બરના રોજ વેહલી સવારે ગડુ ગામમાં રહેતા એક મહિલાને પ્રથમ ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108 માંના ઈ.એમ.ટી. અમીનભાઈ દલ અને પાયલોટ રામભાઈ ધર્મનાથી એ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો ઋષિ ના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી 108 માં જ ડીલેવરી કરાવી હતી અને દીકરા નો જન્મ થયો હતો.
એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ અડવાના વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા. 108 ની સેવા એ આધુનિક સમયમાં મહત્વની સાબિત થઈ રહી છે દીકરાનો જન્મ થતા ઈએમ ટી અમીનભાઈ દલ પાઈલોટ રામભાઈ ધર્મનાથી અને અડવાના 108 ટીમને બિરદાવ્યા હતા. આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશભાઈ અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya