અમરેલી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે બનેલી અગ્નિકાંડની ઘટનામાં બાબરા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ફરીયાદીનો ઝુંપડો સળગાવી દેવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભય અને તણાવનું માહોલ ઊભું થયું હતું.
ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ગામના ઝુંપડાને આગ લગાડીને ઘરેલું સામાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા સમજતા બાબરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી. ગુનાની દિશામાં ચોક્કસ તારણો મેળવી પોલીસે સુત્રો પર આધારીત ચક્રવ્યોહ રચ્યો અને ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. સાથે જ આગ પાછળના કારણોને લઈ વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસના ચુસ્ત પગલાંથી ગ્રામજનોમાં વિશ્વાસનો માહોલ સર્જાયો છે.
આ રીતે બાબરા પોલીસે માત્ર થોડા જ સમયમાં ઝુંપડાને આગ લગાડવાના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડતા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોતાની જવાબદારી નિભાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai