બગસરા પોલીસે નકલી ફોન-પે એપથી ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડ્યો
અમરેલી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): બગસરા પોલીસને ઠગાઈ-છેતરપિંડીના એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. તાજેતરમાં એક વ્યક્તિએ એ.ટી.એમ.માં વાતચીત દરમિયાન ચાતુરાઈથી રોકડા રૂપિયા લીધા બાદ ફોન-પે એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરી દીધું હોવાનો ભાસ પેદા કર્
બગસરા પોલીસે નકલી ફોન-પે એપથી ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડ્યો


અમરેલી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): બગસરા પોલીસને ઠગાઈ-છેતરપિંડીના એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. તાજેતરમાં એક વ્યક્તિએ એ.ટી.એમ.માં વાતચીત દરમિયાન ચાતુરાઈથી રોકડા રૂપિયા લીધા બાદ ફોન-પે એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરી દીધું હોવાનો ભાસ પેદા કર્યો હતો. પરંતુ વાસ્તવમાં તેણે નકલી ફોન-પે એપ્લિકેશનનો ઉપયોગ કરી માત્ર સ્ક્રીનશોટ બતાવી ઠગાઈ અંજામ આપી હતી.

ફરીયાદ નોંધાતા જ બગસરા પોલીસે તકેદારીપૂર્વક તપાસ શરૂ કરી. ગુનાની પદ્ધતિ અને તકનીકી વિગતોના આધારે આરોપીની ઓળખ કરી પોલીસ દળે તેને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી આવી જ રીતથી અનેક લોકોને નિશાન બનાવવા પ્રયાસશીલ હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસમાં તેના અન્ય ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. પોલીસ અધિકારીઓએ જનતાને ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારના ડિજિટલ વ્યવહારમાં પૂરતી ખાતરી કર્યા વગર કોઈને પણ રોકડા ન આપવાના.

આ રીતે બગસરા પોલીસે તકનીકી ચાતુરાઈનો ઉપયોગ કરી લોકોને ઠગનાર શખ્સને ઝડપી પાડી કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા માટે પ્રશંસનીય કામગીરી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande