ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.)
ખેડૂતોના હિતમાં ગ્રામ્ય કક્ષાએ CSC સેન્ટર શરૂ કરવાની રજુઆત
ઓનલાઇન રજીસ્ટ્રેશનની મુશ્કેલી દૂર કરવા અરસિન્હભાઈ ચાવડાનું કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસિન્હભાઈ ચાવડાએ માનનીય કૃષિમંત્રી ને પત્ર મારફતે મહત્વપૂર્ણ રજુઆત કરી છે.
સરકાર દ્વારા ખેડૂતોને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ‘પ્રેરિતોને ટેકો સાથે જળસંચયી ખરીદી’ યોજનામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવાયું છે. પરંતુ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ઇન્ટરનેટ તથા સીએસસી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે ખેડૂતોને નોંધણીમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
પત્રમાં રજૂઆત કરી હતી કે, ખેડૂતોને સરકાર ની સહાયથી વંચિત ન થવું પડે તે માટે દરેક ગામે સીએસસી (કોમન સર્વિસ સેન્ટર) દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની સવલત ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ રજુઆતનો હેતુ એ છે કે ખેડૂતોને સરળતાથી યોજનાનો લાભ મળી શકે અને સરકાર ના કલ્યાણકારી કાર્યો ગ્રામ્ય સ્તર સુધી અસરકારક રીતે પહોંચે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ