મહેસાણા જિલ્લામાં “પોષણ માસ-2025” ઉજવણી માટે યોજાઇ માર્ગદર્શક બેઠક
મહેસાણા, 15 સપ્ટેમ્બર (હિ.સ.): “પોષણ માસ-2025” ના આયોજન અંતર્ગત આજ રોજ જિલ્લા સેવા સદન, મહેસાણા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા સ્તરના અધિકારીઓ અને સંબંધિત વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની અસરકારક
મહેસાણા જિલ્લામાં “પોષણ માસ-2025” ઉજવણી માટે માર્ગદર્શક બેઠક


મહેસાણા, 15 સપ્ટેમ્બર (હિ.સ.): “પોષણ માસ-2025” ના આયોજન અંતર્ગત આજ રોજ જિલ્લા સેવા સદન, મહેસાણા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા સ્તરના અધિકારીઓ અને સંબંધિત વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની અસરકારક ઉજવણી થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

આ ઉપરાંત યોજાયેલા દરેક કાર્યક્રમોની સમયસર ઓનલાઈન એન્ટ્રી થાય તેની ખાસ તાકીદ કરવામાં આવી. અધિકારીઓએ પોષણ જાગૃતિ અંગે વ્યાપક જનસહભાગિતા સુનિશ્ચિત કરવા માટે સૌને સક્રિય બનવા આહ્વાન કર્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande