પાટણમાં ગૌ ભક્તિ મહોત્સવ માટે તૈયારી જોરે, 1થી 7 ડિસેમ્બર સુધી થશે મહોત્સવ
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે અણહિલવાડમાં 1થી 7 ડિસેમ્બર દરમિયાન ગૌ ભક્તિ મહોત્સવ યોજાવાનો છે. મહોત્સવની તૈયારીના ભાગરૂપે પાટણ માર્કેટ યાર્ડમાં સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું હતું, જેમાં 2000થી વધુ ગૌભક્તોએ ભ
પાટણમાં ગૌ ભક્તિ મહોત્સવ માટે તૈયારી જોરે, 1થી 7 ડિસેમ્બર સુધી થશે મહોત્સવ


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે અણહિલવાડમાં 1થી 7 ડિસેમ્બર દરમિયાન ગૌ ભક્તિ મહોત્સવ યોજાવાનો છે. મહોત્સવની તૈયારીના ભાગરૂપે પાટણ માર્કેટ યાર્ડમાં સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું હતું, જેમાં 2000થી વધુ ગૌભક્તોએ ભાગ લીધો. APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલે યાર્ડ તરફથી સહયોગ આપવાની ખાતરી આપી હતી.

મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે મહોત્સવ દરમિયાન 108 ગૌમાતાનું પૂજન, સુરભી યજ્ઞ અને વૈદિક સરસ્વતી નદીનું પૂજન યોજાશે. કથાનો આરંભ વાલ્મીકિ સમાજની 11 દીકરીઓ દ્વારા પૂજ્ય રમેશભાઈ ઓઝાને કુમકુમ તિલક કરીને કરાવવામાં આવશે. પાટણના ધારાસભ્ય ડૉ. કીરીટભાઈ પટેલે કથા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.

મહોત્સવની વિશેષ તૈયારીઓ અંતર્ગત 22 સપ્ટેમ્બરથી ગામે-ગામ રથયાત્રાઓ નીકળશે, જેમાં રથયાત્રાનું પ્રસ્થાન વાળીનાથ ચોકથી સવારે 9 વાગે થશે. સમગ્ર પાટણ શહેરને કમાનો, બેનરો અને રોશનીથી શણગારવામાં આવશે. આ પ્રસંગે કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ સહિત અનેક દાતાઓનો સન્માન પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande