રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ પોરબંદરની મુલાકાતે
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોરબંદરની ચોપાટી સર્કિટ હાઉસ ખાતે એઆઈસીસી (AICC) દ્વારા રચવામાં આવેલ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન (RGPRS) ના સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ જ્યોતિબેન સોજીત્રા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરવામ
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ પોરબંદરની મુલાકાતે.


પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોરબંદરની ચોપાટી સર્કિટ હાઉસ ખાતે એઆઈસીસી (AICC) દ્વારા રચવામાં આવેલ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન (RGPRS) ના સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ જ્યોતિબેન સોજીત્રા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાતમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને તાલીમ શિબિરનું આયોજન કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ચર્ચા દરમિયાન સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ જ્યોતિબેન સોજીત્રા અને અન્ય કાર્યકર્તાઓએ સંગઠનની મજબૂતી માટેના વિવિધ પગલાં પર આગ્રહ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, RGPRSના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત કરવા અને કાર્યકર્તાઓને તાલીમ આપીને સંગઠનને ગ્રામીણ સ્તરે વધુ અસરકારક બનાવવું જરૂરી છે. આવનારા મહિનાઓમાં તાલીમ શિબિરોનું આયોજન કરીને કાર્યકર્તાઓને આધુનિક તકનીકો, સ્થાનિક મુદ્દાઓ અને પંચાયતી રાજ સંબંધિત જ્ઞાનથી સજ્જ કરવામાં આવશે. આ મુલાકાતમાં ભાગ લેનારાઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે, કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય ધ્યેય લોકોની સેવા અને ગ્રામીણ વિકાસ છે, અને આવી પહેલથી સંગઠનને વધુ શક્તિશાળી બનાવી શકાય છે. જ્યોતિબેન સોજીત્રા સાથેની આ ચર્ચા બાદ આગામી તાલીમ કાર્યક્રમોની તૈયારીઓ ઝડપથી શરૂ થશે. આ પહેલથી કોંગ્રેસ સંગઠન સૌરાષ્ટ્રમાં વધુ સક્રિય અને મજબૂત બનશે.

જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ મોઢા, જિલ્લા આઈ ટિ સેલ પ્રમુખ દેવાંગ ભુંડિયા, માયનોરિટી સેલ પ્રમુખ હનીફભાઈ દૂફાની, જિલ્લા મહામંત્રી કાંતિભાઈ બુધેચા, યુથ મહામંત્રી ઈકબાલભાઈ રાવડા, શહેર મહિલા પ્રમુખ શાંતાબેન, જિલ્લા મહિલા પ્રમુખ હીરાબેન અને કાર્યકર હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande