પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.)આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિનીઓ SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગત આયોજીત જીલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં અવ્વલ નંબરે વિજેતા થઈ છે.આ સ્પર્ધામાં અન્ડર-19 70KG વેઈટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની શ્રેયા જાદવ પ્રથમ, 55KG વેઈટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની ધ્રુવી સાકરીયા પ્રથમ, 44KG વેઈટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની નેહા પરમાર પ્રથમ, અન્ડર 17 75KG વેઈટમાં ધોરણ 10ની વિદ્યાર્થિની વિશ્વા ગોઢાણીયા પ્રથમ, 68KG વેઈટમાં ધોરણ 9ની વિદ્યાર્થિની વિશ્વા મોઢા પ્રથમ, 56KG વેઈટમાં ધોરણ 11ની વિદ્યાર્થિની દત્તાણી ભક્તિ પ્રથમ, 33KG વેઈટમાં ધોરણ 10ની વિદ્યાર્થિની રૂત્વીકા ગોઢાણીયા તથા રાતિયા ન્યાસા પ્રથમ, 44KG વેઈટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની પ્રિયાંશી જોષી પ્રથમ, 47KG વેઈટમાં ધોરણ 11ની વિદ્યાર્થિની ડેર મહેક પ્રથમ, 75KG વેઈટમાં ધોરણ 12ની પ્રાંજલ રાયકુંડલીયા દ્વિતીય, 68KG વેઈટમાં ધોરણ 9ની હેત્વી રાયકુંડલીયા દ્વિતીય, 49KG વેઈટમાં ધોરણ 10ની વિદ્યાર્થિની ધાર્મિ ભેડા દ્વિતીય ક્રમે તો અન્ડર-14 39KG વેઈટમાં ધોરણ 8ની વિદ્યાર્થિની ઘોરડા સિધ્ધી દ્વિતીય તથા 28KG વેઈટમાં ધોરણ 9ની વિદ્યાર્થિની પ્રિયા ઓડેદરા દ્વિતીય સ્થાને વિજેતા બની હતી. આ તમામ વિજેતા દીકરીઓને ટ્રસ્ટીઓ, ગુરુજનો તથા આચાર્યએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya