પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતીમેળાનું સફળ આયોજન
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરજિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ગત 12 સપ્ટેમબર 2025 ના રોજ આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે ઓદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર ભરતીમેળામ
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતીમેળાનું સફળ આયોજન


પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરજિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ગત 12 સપ્ટેમબર 2025 ના રોજ આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે ઓદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું.

આ રોજગાર ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 1000 થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 45 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી, હિન્દુસ્તાન મરીન પ્રોડક્ટ્સ તેમજ યુ.બી.એચ સિક્યુરિટિ પ્રા.લી.ના નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહેલ હતા. તેઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપેલ હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ રોજગાર ભરતીમેળામાં હાજર રહેલ 45 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 18 રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande