પાટણમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિએ વૃક્ષારોપણ અને સેવા કાર્ય દ્વારા અનોખી ઉજવણી
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના નોરતા ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જલારામ સેવા ટ્રસ્ટ પાટણ અને આર્યાવ્રત નિર્માણ દ્વારા 225 દેશી વૃક્ષોનું વાવેતર કરીને માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવન જગતને અર્પણ કરવામાં આવ્ય
પાટણમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિએ વૃક્ષારોપણ અને સેવા કાર્ય દ્વારા અનોખી ઉજવણી


પાટણમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિએ વૃક્ષારોપણ અને સેવા કાર્ય દ્વારા અનોખી ઉજવણી


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના નોરતા ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જલારામ સેવા ટ્રસ્ટ પાટણ અને આર્યાવ્રત નિર્માણ દ્વારા 225 દેશી વૃક્ષોનું વાવેતર કરીને માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવન જગતને અર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 68 પ્રકારના વૃક્ષો જેમ કે પીપળો, ઉંબરો, વડ, લીમડો, કલ્પવૃક્ષ, બોરસલી અને જાંબુડા વગેરેનું પૂજન કરીને વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે ઠક્કર સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા.

કાર્યક્રમ દરમિયાન નારણભાઈ ઠક્કરે પોતાની સ્વ. પત્ની કમળાબેન ઠક્કરની યાદમાં 'જલિયાણ જલધારા' નામની પાણીની પરબનું ઉદ્ઘાટન કર્યું. ભવિષ્યમાં પક્ષીઓ માટે ચબુતરા પણ બનાવાશે. ઉપરાંત રમેશભાઈ ઠક્કરે તેમના પુત્ર દર્શિલની સ્મૃતિમાં 'વીરબાઈમાં વિસામો' માટે રૂ. 2,51,000નું દાન આપવાની અને 11 બેન્ચ બનાવવાની જાહેરાત કરી. તેઓએ કલ્પવૃક્ષ દત્તક લેવા માટે રૂ. 2,100નું યોગદાન પણ આપ્યું.

આ શુભ અવસરે આર્યાવ્રત નિર્માણ સંસ્થાએ જલારામ સેવા ટ્રસ્ટ અને ગૌ સત્સંગ મંડળને વૃક્ષો આપી સન્માનિત કર્યા. સાથે સાથે ઠક્કર સમાજને અપીલ કરી કે આવા સ્મૃતિવન નિર્માણની પ્રવૃતિઓ અન્ય ગામોમાં પણ શરૂ થાય જેથી સેવાભાવ અને પર્યાવરણનું સંરક્ષણ બંને શક્ય બને.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande