દૂધના ભાવ મુદ્દે હારીજમાં સંમેલન દરમિયાન હોબાળો, દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા હારીજમાં દૂધના ભાવ, સાગર દાણની ગુણવત્તા અને અન્ય મુદ્દાઓ અંગે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન શરૂ થવામાં આવે એ પહેલાં જ દૂધસાગર ડેરીના સમર્થકો અને આયોજકો વચ્ચે ત
દૂધના ભાવ મુદ્દે હારીજમાં સંમેલન દરમિયાન હોબાળો, દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો


દૂધના ભાવ મુદ્દે હારીજમાં સંમેલન દરમિયાન હોબાળો, દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા હારીજમાં દૂધના ભાવ, સાગર દાણની ગુણવત્તા અને અન્ય મુદ્દાઓ અંગે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન શરૂ થવામાં આવે એ પહેલાં જ દૂધસાગર ડેરીના સમર્થકો અને આયોજકો વચ્ચે તણાવ સર્જાયો હતો. દૂધસાગર ડેરીના સમર્થકોએ આક્ષેપ કર્યો કે આયોજકોએ બહારથી લોકોને બોલાવ્યા છે, જ્યારે આયોજકો દ્વારા તેમને ગેટ પર રોકવામાં આવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને હોબાળો થયો.

આ સંમેલનનો મુખ્ય હેતુ પશુપાલકોને દુધના અપૂરતા ભાવ, સાગર દાણમાં ભેળસેળ અને અન્ય પડતર પ્રશ્નો અંગે મંચ આપવાનો હતો. આયોજકોએ દૂધના ભાવમાં વધારો અને દુધસાગર ડેરીના વહીવટ પર ખુલ્લી ચર્ચા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. છતાં, ડેરીના મંડળીના મંત્રીઓ અને હોદ્દેદારોની હાજરીએ તણાવના માહોલને ઉકાળો આપ્યો.

હારીજ-સમીના ડિરેક્ટર શક્તાભાઈ ભરવાડે જણાવ્યું કે ડેરીના શાસન બદલાયા હોવા છતાં દૂધના ભાવ ઘટ્યા નથી, અને લોકો ખોટા વિરોધ કરી રહ્યા છે. જ્યારે કાનજી દેસાઈએ દાવો કર્યો કે છેલ્લા કેટલાય વર્ષોથી ભાવમાં સતત વધારો થયો છે અને હાલમાં રૂ. 830 પ્રતિ કિલો ફેટના દરે દૂધ ખરીદવામાં આવે છે. તેમણે આંદોલન કરનારા સામે આક્ષેપ કર્યા કે તેઓ પશુપાલક જ નથી અને પરપ્રાંતીય લોકોની ભીડ એકઠી કરવામાં આવી છે.

કાનજી દેસાઈએ વધુમાં જણાવ્યું કે પૂર્વ વહીવટકર્તા શીવાભાઈ હવે અન્ય તત્વોના સહારે આંદોલન ચલાવી રહ્યા છે, જ્યારે તેમની પાસે પોતાનું પશુપાલન પણ નથી. તેમણે આંદોલનકારીઓને ડેરી વિરોધી તત્વો ગણાવ્યા અને જણાવ્યું કે આંદોલન પૃષ્ઠભૂમિ વગરના અને અન્ય ડેરીઓના ઇશારાથી થયું છે.

હોબાળાની વચ્ચે પણ પશુપાલકોએ પોતાનો વિરોધ યથાવત્ રાખ્યો. મોટી સંખ્યામાં પશુપાલકોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી અને હારીજ હાઈવે પર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ, મામલતદારને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાએ સ્થાનિક રાજકારણ અને ડેરી વ્યવસ્થાપનમાં ઊંડો સંકેત આપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande