પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર મનપાના કમિશ્નર હસમુખ પ્રજાપતિએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોપાટી ખાતેના આવેલા ગેટને રીપેરીંગ કરવા કે નવા બનાવવા તે બાબતે ચર્ચા કરવામાં આવી છે. પરંતુ ગેટ રીપેરીંગના ખર્ચ પણ મોટો થતો હતો જેની સરખામણી કરતા નવા ગેટ બનાવવાનું વ્યાજબી જણાઈ આવતા પોરબંદર ચોપાટીના ગેટને નવા બનાવવાનું આવેદન કરવામાં આવ્યું છે.
ચોપાટી ખાતેના ગેટ એફ.આર. સી. મટિરિયલના બનાવવામાં આવશે. વધુમાં આજુ-બાજુમાં આવેલા લોખંડના નાના મોટા ગેટ આવેલા છે, તેના રિપેરિંગનો પણ આ ટેન્ડરમાં શમાવેશ કરવામાં આવેલ છે. આ લોખંડનું મટીરીયલ હોવાથી ગેટમાં સડો બેસી ગયેલો છે. એટલે નવા ગેટ નાખવાની કાર્યવાહી પણ કરવામાં આવશે વધુમાં પોરબંદરની સંસ્કૃતિ ગેટમાં ઉજાગર થાય તે પ્રમાણેની ડિઝાઈન બનાવવામાં આવશે અને સાથે સાથે લાઈટિંગ ડેકોરેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જેથી પોરબંદર આવતા સહેલાણીઓ અને પ્રવાસીઓ પણ પોરબંદરની ભવ્ય સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય. મુખ્ય બે ગેટ તેમજ ત્રણથી ચાર જાગ્યાએ આવેલા લોખંડના ગેટનો સમાવેશ ટેન્ડરમાં કરવામાં આવ્યો છે. ચોપાટી ખાતેના મુખ્ય ગેટો 1.30 કરોડના ખર્ચે નવા બનાવવામાં આવશે તેમ મનપા કમિશ્નરે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya