પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી એસઓજીને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો હતો. સુભાષનગર ખાતે રહેતા પવન ગોપાલભાઈ ચામડીયા નામનો શખ્સ ભાવપર-મિંયાણી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમ્યાન પોરબંદર એસઓજીએ પૂર્વ બાતમીના આધારે તેમને ઝડપી લીધો હતો અને તેમની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂ.7000ના સાથે ઝડપી લીધો હતો અને તેમની સામે મિંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya