મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)
બાયડ બસ સ્ટેશન પર એક અનોખી અને પ્રેરણાદાયક ઘટના બની. કામ અર્થે આવેલા બાયડ-માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાની નજર ત્યાં ઉભેલા એક દિવ્યાંગ ભાઈ પર પડી. આ ભાઈ આંખે ઓછું જોઈ શકે, ઓછું સાંભળી શકે અને બોલી પણ શકતા નથી, છતાં પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ઠંડા પીણા અને પાણી વેચી રહ્યા હતા.
આ દ્રશ્ય જોઈને ધવલસિંહ ઝાલાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા તે ભાઈનો તમામ માલ ખરીદી લીધો અને તરત જ આસપાસ ઊભેલા બાળકો અને વૃદ્ધોને મફતમાં વહેંચી દીધા, ધવલસિંહ ઝાલા પાસેથી પ્રજાને સંદેશ છે “સમાજમાં સાચી સેવા એ છે કે આપણે ગરીબ, મધ્યમ વર્ગના અને ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિ પાસેથી ખરીદી કરી તેમને આત્મનિર્ભર બનવામાં સહાય કરીએ.”
ધવલસિંહ ઝાલાનું આ કાર્ય ફક્ત મદદ નથી, પરંતુ સમાજને સંદેશ છે કે સહાનુભૂતિ અને એકબીજાના સહકારથી જ સાચું સમાજ નિર્માણ શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ