બેચરાજીમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ટીબી દર્દીઓને નિક્ષય કીટ વિતરણ
મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રધાનમંત્રી “ટીબી મુકત ભારત અભિયાન” અંતર્ગત વર્ષ 2025 સુધી દેશમાં ટીબીનો નાશ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અભિયાનને આગળ વધારવા માટે ટીબીના દર્દીઓને દત્તક લઈ માસિક પોષણ કીટ આપવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. વ
બેચરાજીમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ટીબી દર્દીઓને નિક્ષય કીટ વિતરણ


બેચરાજીમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ટીબી દર્દીઓને નિક્ષય કીટ વિતરણ


મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રધાનમંત્રી “ટીબી મુકત ભારત અભિયાન” અંતર્ગત વર્ષ 2025 સુધી દેશમાં ટીબીનો નાશ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અભિયાનને આગળ વધારવા માટે ટીબીના દર્દીઓને દત્તક લઈ માસિક પોષણ કીટ આપવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે બેચરાજીમાં આયોજિત “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલના હસ્તે દાતાઓ દ્રારા દત્તક લેવાયેલા ટીબી દર્દીઓને નિક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યું.

મહેસાણા ઓએનજીસીના CSR ફંડ થકી કોહેઝન ટ્રસ્ટ મારફતે 330 દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. કડી તાલુકામાં CERA સીરામિક કંપનીએ 100 દર્દીઓને, જોટાણા તાલુકામાં ફણીધર પ્રા. લિ.એ 50 દર્દીઓને, તેમજ 11 પદાધિકારીઓએ 16 દર્દીઓને દત્તક લીધા છે. ખેરવા ખાતે 2 નિક્ષય મિત્રોએ 20 દર્દીઓને તથા વિજાપુર તાલુકામાં 2 દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે.

ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે 132 દર્દીઓને, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે 60 દર્દીઓને, ઊંઝા APMCએ 100 દર્દીઓને તથા વડનગરની કરૂણા સેવાસેતુ ટ્રસ્ટે 100 દર્દીઓને દત્તક લઈ નિક્ષય પોષણ કીટ પુરી પાડવાનો ઉપક્રમ કર્યો છે. આ પ્રયાસો “ટીબી મુકત ભારત”ના લક્ષ્યાંકને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થ

શે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande