મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)
ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી પ્રસંગે દેશભરમાં નમો કે નામ રક્તદાન કેમ્પનું તારીખ 16 સપ્ટેમ્બર 2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના તમામ કર્મચારી મંડળ દ્વારા જિલ્લાના તમામ ગામો શહેરો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાના સાઠંબા ગામે સાઠંબા ગ્રુપ વિદ્યામંદિર ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૧ યુનિટ રક્ત 31 કરવામાં આવ્યો હતો પટેલ પટેલ હાઇસ્કુલના આચાર્ય પંકજભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ડીપી રાહુલજી સહિત શિક્ષકો, પોલીસ કર્મચારીઓએ, બહેનો સહિત ગ્રામજનોએ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ