મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)
નવી દિલ્હીની મુલાકાત દરમિયાન સાઠંબા સરપંચે ભારત સરકારના યુવાકાર્યક્રમ અને ખેલ મંત્રી મનસુખ માંડવીયા સાથે મુલાકાત કરી હતી અનેગુજરાત રાજ્યની ગ્રામ, ગામડાંની યુવા પ્રતિભાઓ વધુમાં વધુ બહાર આવે તેમાટે યોજના બનાવવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.આ મૂલાકાત દરમ્યાન ગામનાયુવાનોને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.યુવા ક્લબોની રચના કરી નેતૃત્વ અને નવીનતા પ્રોત્સાહિત કરી, સ્વચ્છતાઅભિયાન, જળ સંરક્ષણ તથા ડિજિટલ શિક્ષણમાં યુવાનોની સક્રિય ભાગીદારીવિશે પણ મંતવ્ય રજૂ કર્યું હતું. સાથે જ CSR, NGO તથા સરકારી યોજનાઓનેજોડીને ગામના લાંબા ગાળાના વિકાસ માટે સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાતવ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ