અંબાજી17 સપ્ટેસ્બર (હિ. સ)નવરાત્રીના પર્વની હવે થોડાક દિવસો
બાકી રહ્યા છે ત્યારે યુવા ધન ગરબે રમવાની ઇંતજારી સાથે ભરપૂર તૈયારી કરી રહ્યા છે
ત્યારે ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસને લઇ વધુ ઉત્સાહી જોવા મળી રહ્યા છેઆસો સુદ નવરાત્રીના પર્વને લઈ હવે
ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીના બજારોમાં ચણીયા ચોળી તથા ટ્રેડિશનલ
ડ્રેસ મટિરિયલની ભરપૂર ઘરાકી જોવા મળી રહી છે આમતો ગુજરાતમાં અનેક સ્થળો એ
ચણિયાચોળી મળી રહેતી હોય છે તેમાં ખાસ કરીને કચ્છી,ને બાડમેરી જેવી પ્રખ્યાત પેટર્ન વાળા
ટ્રેડિશનલ ડ્રેસ ની વધુ માંગ જોવા મળી રહી છે એટલુંજ નહિ હાલમાં અંબાજી દર્શનાર્થે
આવતા યાત્રિકો માતાજીના દર્શન સાથે નવરાત્રી માટેના વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ ની
ખરીદી કરતા જોવા મળ્યા હતા જોકે આ વખતે સરકાર દ્વારા ગાર્મેન્ટ્સમાં GST
નો દર ઘટાડતા વેપારીઓમાં ખુશીનો
માહોલ જોવા મળી રહ્યો છે ને જેના કારણે ડ્રેસ મટીરીયલ અને રેડીમેન્ટ ગાર્મેન્ટ્સના
ભાવમાં પણ ઘટાડો થતા આ વખતે નવરાત્રીની ઘરાકી સારી રહેવાની આશા સેવી રહ્યા છે
અંબાજીમાં ભાદરવી પૂનમ બાદ ફરી એક વાર ચણીયા ચોળીનો વેપાર ધમધમી
રહ્યો છે ને બજારમાં ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી જામી રહી છે ત્યારે વેપારીઓ પણ
ગ્રાહકોને વિવિધ ડ્રેસ મટીરીયલ બતાવી આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે
દર્શનાર્થે આવેલા યાત્રિકો પણ અંબાજીથી ચણિયાચોળી ખરીદવાનું આગ્રહ એટલા માટે રાખતા
હોય છે કે નજીકમાં રાજસ્થાન હોવાથી ગુજરાત અને રાજસ્થાનની અનેક પ્રકારની પેટન
અંબાજી ખાતેથીજ મળી રહે છે ને GSTમાં થયેલા ઘટાડાના પગલે ગ્રાહકો પણ તેનો લાભ લેવાનો ચુકતા નથીઅંબાજીમાં પહેલા ચણિયાચોળી અને તૈયાર ડ્રેસો બહાર થી મંગાવી
વ્યાપાર કરતા હતા ત્યારે હવે અંબાજીમાંજ ટ્રેડિશનલ ડ્રેસ નું મેન્યુફેક્ચરિંગ કરી
દેવાતા સ્થાનિક લોકો ને તેનો ફાયદો મળશેજ સાથે અંબાજી થી તૈયાર થયેલા ડ્રેસ ગુજરાતજ
નહિ પણ અનેક રાજ્યોમાં જતા થયા છેતેને લઇ સ્થાનિકમાં લોકોને રોજગારી પણ
મળતી થઇ છેનવરાત્રી દરમિયાન મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે અનેક ઘરેણાઓ
પહેરવાનો આકર્ષણ હોય છે ત્યારે હાલમાં અસલી ઘરેણાંનું સ્થાન ઓકસોડાઇસની ઇમિટેશન
જ્વેલરીએલીધુંછે
ત્યારે અંબાજીમાં અનેક પ્રકારની ઇમિટેશન જ્વેલરી મળી જતી હોવાથી દર્શને આવતા
યાત્રિકોને એક સાથે બે કામ થઇ જતા હોય છે દર્શન સાથે નવરાત્રીની ખરીદી પણ યાત્રિકો
કરી રહ્યા છે ત્યારે ઇમિટેશન જ્વેલરીમાં પણ GST નોંધપાત્ર ઘટાડો થતા ઇમિટેશન જ્વેલરી સસ્તી થતા નવરાત્રીમાં સારી
ઘરાકી થવાની વેપારી આશા સેવી રહ્યા છેઅંબાજી દર્શને આવતા યાત્રિકોને માતાજીના દર્શન સાથે પોતાના બજેટમાં
રેડીમેન્ટ ડ્રેસ ચણિયાચોળી અને ઇમિટેશન જ્વેલરી પોતાના બજેટમાં મળી રહેતું હોવાથી
યાત્રિકોને અંબાજી હવે માફક આવી ગયું છે અને ચણિયાચોળી જેવી વસ્તુઓનું
મેનિફેક્ચરિંગ પણ સ્થાનિક સ્તરે થતા અનેક પ્રકારની વેરાયટીઓ પણ અંબાજીથી મળી રહે
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ