અંબાજી17 સપ્ટેસ્બર (હિ. સ)17 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઇ
યાત્રાધામ અંબાજી ખાતે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સ્લોગન સાથે 17 કિલોમીટર ની મેરેથોન દોડ શ્રી શક્તિ
સ્કૂલ ઓફ ઇનોવેશન દ્વારા યોજવામાં આવી હતી આ મેરેથોન દોડમાં 11 વર્ષથી લઇ 65 વર્ષના યુવક યુવતીઓ તેમજ સિનિયર સીટીઝનો
એ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75મી જન્મજયંતિને લઇ યોજાયેલી આ મેરેથોન દોડ પાન્સા થી ગબ્બર તળેટી
સુધીની યોજવામાં આવી હતી જેને મંદિર ટ્રસ્ટના અધિક કલેકટર કૌશિક મોદી સાથે દાંતા
ડિવિઝનના dysp ડૉ.જીગ્નેશ
ગામીત તેમજ શ્રી શક્તિ સ્કૂલઓફ ઇનોવેશનના સંચાલક ઉષાબેન અગ્રવાલએ
ફલેગ આપીકરી
મેરેથોન દોડ ને ખુલ્લી મૂકી હતી અને અંબાજીના આદિવાસી વિસ્તારના લોકો સાથે
ગુજરાતના વિભિન્ન ક્ષત્રો માંથી દોડવીરો આ મેરેથોન માં જોડાયા હતા જેમાં વિજેતાઓને
રૂપિયા સવા લાખ સુધીના પુરસ્કારો સાથે સર્ટિફિકેટ અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા
હોવાનું ઉષાબેન અગ્રવાલ (શ્રી શક્તિ સ્કૂલ ઓફ ઇનોવેશન,મુખ્ય સંચાલક)પાંછા,અંબાજી એ જણાવ્યું હતું
જોકે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
જન્મદિવસ ને લઇ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સુરતથી પોતાના મતવિસ્તારના 3000
જેટલા સિનિયર સીટીઝનોને 75 લગ્ઝરીબસો માં લઈને અંબાજી પહોંચ્યા
હતા અને વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે માં અંબે ને પ્રાર્થના કરી હતી તેમજ અંબાજી
મંદિરના શિખરે ધજા ચઢાવી વડાપ્રધાનનું સ્વાસ્થ્ય સારું રહે અને સતત દેશની સેવા
કરતા રહે તેવી પ્રાર્થના કરીપૂર્ણેશ મોદી (પૂર્વ મંત્રી)ગુજરાત
સરકાર એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ