સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.): સુરત કડોદરા રોડ, સારોલી સ્થિત ડી.એમ.ડી. લોજીસ્ટીક પાર્કના વેપારી પાસેથી અમદાવાદના દલાલ સહિત છ વેપારીઓએ રૂપિયા 11.47 લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ તેનું પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.
મોટા વરાછા, એ.બી.સી. સર્કલ, આલોક રેસીડેન્સી ખાતે રહેતા અને સારોલી સ્થિત ડી.ઍમ.ડી. લોજીસ્ટીક પાર્કમાં દુકાન ધરાવતા 35 વર્ષીય મનિષભાઈ દેવરાજભાઈ લાઠીયાને શરુઆતમાં માલનું પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધા બાદ કાપડ દલાલ નિખીલ પ્રજાપતિ ( ખોડીયાર એજન્સી, સિટી સેન્ટર, અમદાવાદ), નવીન અડવાની ( વિનાયક એજન્સી, એકતા કોમ્પ્લેક્ષ, રેડવી બજાર, કાલુપુર, અમદાવાદ) મારફતે હિતેશ પ્રકાશલાલ ગંગવાલી (કે.જ્યોતી ફર્મ,પંચકુવા સિંધી માર્કેટ અમદાવાદ), નરેશ પંજાબી (માતા રાની ટ્રેડર્સ, કર્ણાવતી ગારમેન્ટ મોલ, ઓલ્ડ મધુર, અમદાવાદ), નિર્મલ કરમચંદ બલાણી (કમલ ક્રિએશન, ઓમસાઈ કોમ્પ્લેક્ષ, મીરગાવડ, રીલીફ રોડ, અમદાવાદ) અને વિજય મતાઈ (શ્રી શ્યામ ટ્રેડર્સ, અભિષેક માર્કેટ, અમદાવાદ)એ એકબીજાની મદદથી 6 માર્ચ 2025થી 23 માર્ચ 2025 સુધીમાં રૂપિયા 11,47,567 ના મત્તાનો કાપડનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારાધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવેલ સમય મર્યાદામાં વેપારીઓએ માલનું પેમેન્ટ નહી ચુકવતા મનિષભાઈ લાઠીયાએ ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ કર્યા બાદ પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. સારોલી પોલીસે મનિષભાઈની ફરિયાદ લઈ દલાલ સહિત વેપારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે