ડિંડોલીમાં 50 હજારની લેતીદેતીમાં આધેડની હત્યાની કોશિશ
સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ ગતરોજ એક વ્યક્તિ સામે તેના પિતાના હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસાની લેતી દેતીમાં યુવકે વિદ્યાર્થીના પિતાને માથામાં લોખંડનો પાઇપ મારી માથું ફાડી નાખી જાનથી મારી નાખવ
ડિંડોલીમાં 50 હજારની લેતીદેતીમાં આધેડની હત્યાની કોશિશ


સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ ગતરોજ એક વ્યક્તિ સામે તેના પિતાના હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસાની લેતી દેતીમાં યુવકે વિદ્યાર્થીના પિતાને માથામાં લોખંડનો પાઇપ મારી માથું ફાડી નાખી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે હુમલાખોર યુવક સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ ઉપર માર્ક પોઇન્ટ ની સામે આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતો અનિલકુમાર પ્રહલાદકુમાર સુથારે ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં જયંત તરાઈ ઉર્ફે કાલુ ઉર્ફે કાલીચરણ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અનિલ સુથારે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા તેના પિતા પ્રહલાદ કુમારે જયંત તરાઈ પાસેથી એક ગોડાઉન ખરીદી કર્યું હતું. જેની તમામ રકમ ચૂકવી આપી હતી પરંતુ 50000 રૂપિયા ચૂકવવાના બાકી હતા. પરંતુ ત્યારબાદ તેઓને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આ પૈસા ચૂકવવામાં મોડું થયું હતું અને પ્રહલાદ કુમારે જયંતને પૈસા ચૂકવી આપવા માટે વાયદા આપતા હતા. આ દરમિયાન જયંત કરાયે આ વાતની અદાવત રાખી ગત તારીખ 16/9/2025 ના રોજ બપોરે 12:00 વાગ્યાના અરસામાં પ્રહલાદકુમાર ડીંડોલી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટી પાસે દેવનારાયણ ફર્નિચર માર્કના ગેટ પાસે બેઠા હતા ત્યારે ત્યાં પહોંચી ગયો હતો અને પ્રહલાદ કુમારને માથામાં લોખંડના પાઇપ પડે જીવલેણ ઘા મારી માથું ફાડી નાખ્યું હતું. આ ઉપરાંત શરીરે પણ મૂઢમાર માર્યો હતો. રૂપિયા 50,000 માટે જયંતએ પ્રહલાદ કુમારની હત્યાની કોશિશ કરતાં આખરે અનિલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલની ફરિયાદને આધારે જયંત સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande