ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાક સુધીમાં ભરવામાં આવશે.
આ અવસરે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓ, જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય, દાતાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ