બનાસકાંઠાના દાંતા ઘટક ૧/૨ નો પોષણ ઉત્સવ ૨૦૨૫ નો કાર્યક્રમ યોજાયો
અંબાજી17 સપ્ટેસ્બર (હિ. સ): બનાસકાંઠા ના દાંતા ઘટક ૧/૨ નો પોષણ ઉત્સવ ૨૦૨૫ નો કાર્યક્રમ દાંતા ખાતે યોજાયો, જેમાં મામલતદાર , નાયબ મામલતદાર , RBSK મેડિકલ ઓફિસર, સીડીપીઓ, ઘટક ૧/૨ તમામ સ્ટાફ અને આંગણવાડી બહેનો તેમજ લાભાર્થી હાજર
Danta ma poshan saptah ni ujavni


અંબાજી17 સપ્ટેસ્બર (હિ. સ): બનાસકાંઠા ના દાંતા ઘટક ૧/૨ નો પોષણ

ઉત્સવ ૨૦૨૫ નો કાર્યક્રમ દાંતા ખાતે યોજાયો, જેમાં મામલતદાર , નાયબ મામલતદાર ,

RBSK મેડિકલ ઓફિસર, સીડીપીઓ, ઘટક ૧/૨ તમામ સ્ટાફ અને આંગણવાડી

બહેનો તેમજ લાભાર્થી હાજર રહ્યા હતા.

મંચસ્ત મહેમાનોનું સ્વાગત આંગણવાડીની બાળકાઓ દ્રારા સ્વાગત ગીત

કરી કરવામાં આવેલ. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અન્ન પૂર્ણાની

આરતીથી કરવામાં આવેલ. મહાનુભાવોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ. મહાનુભાવો

દ્રારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ . કાર્યક્રમમાં કાર્યકર અને લાભાર્થી

દ્રારા ટીએચઆર અને મિલેટ્સ ધાન્ય માથી 76 થી વધુ વાનગીઓ નિદર્શન માટે મૂકવામાં આવેલ હતી. મહાનુભાવો દ્રારા

વાનગીઓ નું નિદર્શન કરી વાનગી નો સ્વાદ, બનાવવાનો સમય, પોષણનું પ્રમાણ બધા મુદ્દા ધ્યાને રાખી મૂલ્યાંકન કરવામાં આવેલઅને પુર્ણા કિશોરી દ્રારા પુર્ણા યોજના વિષે સવિસ્તાર સમજ આપવામાં

આવેલ. અને પછી વાનગી નિદર્શન માં ઘટક ૧ અને ૨ માં ટીએચાર અને મિલેટ્સ એમ બંને માથી

એક, બે અને

ત્રણ નંબર આપવામાં આવેલ. જેમને પ્રોત્સાહિત ઈનામ અને પ્રમાણપત્ર મહાનુભાવો ના

હસ્તે આપવામાંઆવેલ.

અને ત્યાર બાદ સીડીપીઓદ્રારા યોજનાકીય માહિતી આપી કાર્યક્રમ

પૂર્ણ કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande