જામનગરમાં “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત જનરલ આરોગ્ય કેમ્પનું કરાયું આયોજન
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫મા જન્મદિવસના અવસરે આજથી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન શરુ થયું છે. જે અંતર્ગત જામનગરના ગોમતીપુર આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ટીમ દ્વારા ર
આરોગ્ય કેમ્પ


જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫મા જન્મદિવસના અવસરે આજથી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન શરુ થયું છે.

જે અંતર્ગત જામનગરના ગોમતીપુર આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ટીમ દ્વારા રાજપાર્ક આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન જનરલ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીં વિનામૂલ્યે X-RAY, આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, આભા કાર્ડ, મમતા કાર્ડ ઉપરાંત NCD સ્ક્રીનીંગ, TB સ્ક્રીનીગ, એનીમિયા સ્ક્રીનીંગ તથા મહા મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પખવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય શિબિરોમાં મહિલાઓ અને બાળકોને વિવિધ સુવિધાઓ મળશે જેમાં, મહિલાઓ માટે બ્લડ પ્રેશર (બી.પી.), ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓની તપાસ લોહીની ઉણપ (એનિમિયા), ટી.બી. અને સિકલ સેલ બીમારીની તપાસ, ગર્ભવતી મહિલાઓની નિયમિત તપાસ (ANC ચેકઅપ), બાળકો માટે રસીકરણની સુવિધા ઉપરાંત ૮મો રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર - ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન મેદસ્વીતા ઘટાડવા માટે ખાંડ અને ખાદ્ય તેલના સીમિત સેવન પર ભાર, પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (ECCE)/પોષણ ભી પઢાઇ ભી, શિશુ અને નાના બાળકોની આહાર પદ્ધતિઓ (IYCF), પોષણ અને બાળકોની સંભાળમાં પુરુષોની ભાગીદારી (Men-streaming), સ્થાનિક પૌષ્ટિક ખાદ્ય સંસાધનોને પ્રોત્સાહન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં અરજી માટે વિશેષ નોંધણી સહિતના લાભો મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande