ગીર સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.)
કોડીનાર મુકામે યોજાયેલી 79 મી ગીર સોમનાથ જિલ્લા શાળાકીય રમોત્સવમાં ડી એલ એસ એસ સોમનાથ એકેડેમી કોડીનારને કબડી ખેલાડીઓ એ ભાગ લિઘો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું તેમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ શાળાઓ માંથી ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં આ સ્કૂલની u 14 u.17 u19ટીમ પણ જોડાય હતી તેમાં ખાસ કરીને બહેનોએ પણ સારું એવું પ્રદર્શન કરી તમામ ટીમ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને સોમનાથ એકેડેમી કોડીનાર તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યુ છાત્રો નીસિદ્ધિ ને પ્રમુખ કરસન સોલંકી તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા કેમ્પર ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી મેનેજર રણજીતભાઈ કબડ્ડી ક્રોસ રીટા ચૌધરી અને તેના ડી એલ એસ એસ વિભાગ વિરદાવીહતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ