અરવલ્લી જિલ્લામાં 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન
મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ ''સેવા પખવાડિયા'' અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ''સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન''નું આયોજન કરવામાં આવ્યું છે.
Health camp organized in Aravalli district under 'Healthy Women, Strong Families' campaign


મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ 'સેવા પખવાડિયા' અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેના માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્યાપક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ ઉમદા પહેલના ભાગરૂપે આજે વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશાળ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં સોલા મેડિકલ કોલેજ, અમદાવાદથી આવેલ તજજ્ઞ ડૉક્ટરોની ટીમે વિવિધ રોગોની તપાસ તથા સારવારની સેવાઓ આપી. આગામી દિવસોમાં અરવલ્લી જિલ્લાના તમામ CHC અને PHC કેન્દ્રો પર પણ વિવિધ કેમ્પ યોજાશે.

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત નાગરિકો આરોગ્ય કૅમ્પનો મહત્તમ લાભ લે, માતા-બહેન તથા દીકરીઓ હેલ્થ ચેકઅપ કરાવે. જેથી નારી સાથે જાડાયેલો સમગ્ર પરિવાર સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે. પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ , એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબંધિત સેવા, ડાયાબિટીસ, બી.પી, ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ,સિકલ સેલ સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થ્ય , ENT અને ડેન્ટલ સંબંધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ,નીક્ષય-મિત્ર,દેહ/અંગદાન જન-જાગૃતિ જેવી સેવાઓનો સમાવેશ સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કરાયો છે.

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં આ કાર્યક્રમોનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના નાગરિકોને આ ઉમદા પહેલમાં જોડાઈને આરોગ્ય શિબિરો અને રક્તદાન અભિયાનનો લાભ લેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande