સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની યોજાઈ બેઠક
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
દિશા સમિતિ બેઠક


જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી જેમાં અમુત ૨.૦ હેઠળ જામનગર મહાનગરપાલિકાને વિવિધ કામો જેમાં વોટરવર્કસ શાખા, ભૂગર્ભ ગટર શાખા, સિવિલ(ગાર્ડન શાખા) તથા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાને લગત કામો માટે ફાળવવામાં આવેલ રકમ અને કામોની પ્રગતી, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના,જલ શક્તિ અભિયાન-કેચ ધ રેઇન, આઈસીડીએસ વિભાગની સેવાઓ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નમોશ્રી યોજના, નીક્ષય મિત્ર, આયુષ્માન ભારત ડીજીટલ મિશન, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. પોષણ યોજના અંગે લગત વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સાંસદને માહિતી આપી હતી.

આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, રેલ્વે વિભાગ દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના,નેશનલ ફૂડ સિક્યોરીટી એકટ, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જિલ્લા વિદ્યુત કમિટી દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થઇ રહેલ કામગીરી અંગે સાંસદે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ ઉપરાંત કેન્દ્ર સરકારની અન્ય યોજનાઓ અંગેનો દિશા મીટીંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં અટલ પેન્શન યોજના, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, નેશનલ મિશન ઓફ લાઈબ્રેરી, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સ્કીમ, જલ સંચય જન ભાગીદારી યોજના, ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલોપમેન્ટ, ડીજીટલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન, પ્રિમેટ્રિક સ્કોલરશીપ, નેશનલ કેરિયર સર્વીઝ, સારથી અને વાહનપરિવહન સેવાનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજુઆતો કરવામાં આવે છે તેનું યોગ્ય રીતે નિરાકરણ લાવી લોકોની સવલતોમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે જેથી કરીને જીલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે. તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી વધુમાં વધુ લોકો માહિતગાર થાય અને છેવાડાના માનવીને પણ આ યોજનાઓનો લાભ મળે તે દિશામાં આયોજન હાથ ધરવા સાંસદશ્રીએ સૂચન કર્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું માધ્યમ દિશા સમિતિ છે. આ બેઠકમાં અગત્યના પ્રશ્નો પર ભાર મૂકી તાલુકા જિલ્લા સ્તરે સમન્વય સાધીને ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ લાવી જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા માટે સૌએ પ્રયત્નો કરવા જોઈએ. જેથી સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ આવી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande