ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.)
કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ છે, અને આજથી એટલે કે તા.૧૭ સપ્ટેમ્બર થી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન નો શુભારંભ થયો છે. આ અભિયાન તા.૨ ઓક્ટોબર સુધી ચાલનાર છે.તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે ભારત દેશને ૨૦૪૭ માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું.આપણા દેશને આઝાદ થયા ને ૨૦૪૭ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના છે. સાંસદ એ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત રાષ્ટ્ર ત્યારે જ બનશે જ્યારે દેશનો દરેક નાગરિક તેની જવાબદારી સમજે.તેમણે દરેક નાગરિકને અપીલ કરી હતી કે આપણે જે ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપી અને ૨૦૪૭ માં આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને એ માટે યોગદાન આપીએ.તેમણે ગ્રામજનોને, વિદ્યાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા પ્રત્યે આપણે જાગૃત નાગરિક બનીએ.જ્યાં ત્યાં કચરો ન નાખીએ.બીમારીઓ થવાનું એક મુખ્ય કારણ ગંદકી હોય છે. તેમણે સૌ કોઈને સ્વચ્છતા નું સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુ હરેશભાઈ ઠુંમર અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા એ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી પાવરાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા.
કાર્યક્રમ પૂર્વે મહાનુભાવો એ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું અને મહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઈસ્કૂલ સુધી યોજાયેલી સ્વચ્છતા રેલીમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજ કરગઠીયા, માળીયા ગામના સરપંચ જીતુભાઈ, કારોબારી સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, આગેવાનો,અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ