મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે વડનગર ખાતે નમો ખેલ મહાકુંભ 2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસર પર સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન 75 દિવ્યાંગોના હસ્તે કેક કપાવી વડાપ્રધાનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો. સાથે સાથે સદભાવ ફાઉન્ડેશન દ્વારા CSR હેઠળ વડનગર તાલુકાની શાળાઓ માટે સેનેટરી પેડ ડિસ્પોઝ કરવા ઇન્સિનેટર મશીનો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અને કલેકટરએ એથલેટિક્સ સ્પર્ધાનો પ્રારંભ કરાવી ખેલાડીઓમાં ઉત્સાહ ભરી દીધો હતો. કાર્યક્રમમાં પૂર્વ ઇન્કમટેક્સ કમિશનર વી.કે. ત્રિપાઠી, ડીસીએમ અનુ ત્યાગી, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર અમિત ગામીત, ઓએસડી વિપુલ કેદારીયા સહિતના આગેવાનો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
વડનગરમાં યોજાયેલ આ ખેલ મહોત્સવે માત્ર રમતગમતને જ નહીં, પરંતુ સામાજિક સહભાગિતાને પણ પ્રોત્સાહિત કરી જન્મદિવસની ઉજવણીને સ્મરણિય બનાવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR