'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ અંતર્ગત જામજોધપુરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાયુ
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ''સ્વચ્છોત્સવ'' કાર્યક્રમ અંતર્ગત જામજોધપુર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ''સ્વચ્છોત્સવ'' કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં સા
સ્વરોચ્છત્સવ


જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ અંતર્ગત જામજોધપુર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, શાળાના આચાર્ય, ચૂંટાયેલા સદસ્યો, SBM(U) બ્રાન્ડ એમ્બેસેડર, શિક્ષકો, નગરપાલિકાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે, ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અંતે, સૌએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા અને શાળાના મેદાનમાં શ્રમદાન કરીને સ્વચ્છતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

સાથે જ જામજોધપુર નગરપાલિકા દ્વારા ગંજીવાડા (આંબલીફળી) માં આવેલ શાકભાજી માર્કેટ, આઝાદ ચોક અને ગાંધી ચોકમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર, પ્રમુખ, ચૂંટાયેલા સદસ્યો અને નગરપાલિકાના સ્ટાફે આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન, ફેરિયાઓ અને દુકાનદારોને સ્વચ્છતાની સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે, જાહેર સ્થળોએ ગંદકી ન કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે કાર્યવાહી હાથ ધરીને ૭૬૦ ગ્રામ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને લોકોને તેના ઉપયોગથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande