સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.): ઉધના જીવનજ્યોત સિનેમા પાછળ રહેતા યુવક સાથે મિલ્કતના બહાને 15 લાખની ઠગાઈ કરવામાં આવી છે. મિલ્કતદારે તેમની પાસેથી પ્રોપટીના પૈસા તો લઈ લીધા પરંતુï પ્રોપટીનો દસ્તાવેજ કરી નહી આપી કે પૈસા પરત આપ્યા ન હતા.
બનાવ અંગે અઠવાલાઈન્સ પોલીસના જણાવ્યા મુજબ નરેશકુમાર ઉર્ફે નયન સુરેશભાઈ રાણા (ઉ.વ.29.રહે, પુષ્પાનગર સોસાયટી, જીવનજ્યોત સિનેમા પાછળ, ઉધના) સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. નરેશકુમારે ફેબ્રુઆરી 2021માં વાડીફળિયા કોટશેરીમાં રહેતા રાજકુમાર જયવદન જરીવાલા (ઉ.વ.39) પાસેથી રહેતા મકાનના તેમના ભાગમાં આવેલ ત્રીજા માળની મિલ્કત રૂપિયા 15 લાખમાં ખરીદી હતી.અને તેનો કબજા સહિત વેચાણ કરાર બનાવી આપ્યો હતો. પરંતુ દસ્તાવેજ બનાવી આપવા માટે અવાર નવાર કહેવા છતાંયે રાજકુમાર જરીવાલા દસ્તાવેજ બનાવી આપતો ન હતો કે મિલ્કતના અવેજમાં લીધેલા 15 લાખ પરત નહી આપી નરેશકુમાર અને રાકેશ પ્રવિણચંદ્ર રાણા સાથે છેતરપિંડી કરી હતી. અઠવાલાઈન્સ પોલીસે નરેશકુમારની ફરિયાદને આધારે રાજકુમાર જરીવાલા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે