જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : કાલાવડ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. તેઓએ સ્વચ્છતા અંગેના સૂત્રો અને સાઇનબોર્ડના માધ્યમથી સ્વચ્છતાનું મહત્વ દર્શાવતો સંદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેની જન ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૧ઓક્ટોબર સુધી સ્વચ્છોત્સવ-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt