પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના રાણાબોરડી ગામના સરપંચ સહિત બે શખ્સો સામે વ્યાજખોરી અંગેની ફરીયાદ નોંધતા ભારે ચર્ચા જોવ મળી રહી છે.
મુળ રાણાબોરડીના હાલ રાજકોટ ખાતે રહેતા રસીક નારણભાઈ રાવતએ સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી રૂ.20 હજારની રકમ 3 ટકના વ્યાજ લીધી હતી. તા.16-03-2006થી 16-06-2019 સુધીના રૂ.20000ના રૂપીયા 24,21,497ની રકમની રકમ સાંગાભાઈ અને તેમના ભાઈ પરબત જીવા મોરીની માંગી હતી ભુંડી ગાળો આપી દબાણ કરી રૂ.12 લાખની રકમ બળજબરી પૂર્વક કઢાવી લઈ વ્યાજ પેટેના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya