મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના કુકરવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિજાપુર ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાની ઉપસ્થિતિ રહી હતી.
અભિયાન અંતર્ગત તા. 17/09/2025 થી 02/10/2025 દરમિયાન મહિલાઓ તથા બાળકો માટે અનેક આરોગ્ય સેવાઓ સુલભ કરાવવામાં આવી રહી છે. તેમાં મહિલાઓ માટે રોગ નિદાન શિબિર, બાળકો માટે મહામમતા દિવસ અંતર્ગત રસીકરણ, એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ T-3 કેમ્પ, પોષણ મહિના ની ઉજવણી તથા ટી.બી. દર્દીઓને નિશ્ચય પોષણ કીટ વિતરણ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સાથે જ પીએમ-જેએવાય કાર્ડ તથા આભા કાર્ડ વિના કોઈ લાભાર્થી વંચિત ન રહે તેની ખાસ તકેદારી લેવામાં આવી છે.
આ કેમ્પમાં 285 જેટલા લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. 17 પીએમ-જય કાર્ડ બનાવવામાં આવ્યા, સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું અને ટી.બી.ના દર્દીઓને પણ પોષણ કીટ અપાઈ. 70 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને પ્રધાનમંત્રી વય વંદના કાર્યક્રમ અંતર્ગત પીએમજેએવાય કાર્ડ આપવામાં આવ્યા.
કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિ તથા આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. કાજલબેન ભાડવા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને મામલતદારશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR