પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર એરપોર્ટ ખાતે મુસાફર સેવા દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી.
મુસાફરો સેવા દિવસની ઉજવણી પ્રસંગે, મુસાફરો અને સ્થાનિક સમુદાય માટે, મુલાકાતી મુસાફરોનું સ્વાગત, વૃક્ષારોપણ અભિયાન “એક પેડ મા કે નામ”, લોક નૃત્ય પ્રદર્શન, બાળકો માટે ક્વિઝ અને ચિત્ર સ્પર્ધા, રક્તદાન શિબિર, મફત આરોગ્ય તપાસ શિબિર, શાળાના બાળકો માટે એરપોર્ટ મુલાકાત અને કારકિર્દી માર્ગદર્શન સહિતનાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya