નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ચૂંટણી પંચે આજે એક પ્રેસ કોન્ફરન્સ
દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના
આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે,” સુનાવણી વિના, ખાસ કરીને ઓનલાઈન, કોઈનું નામ મતદાર
યાદીમાંથી દૂર કરી શકાતું નથી. 2023 માં આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના માટે પંચે
પોતે એફઆઈઆરનોંધાવી હતી.”
રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસ મુખ્યાલય ખાતે એક પ્રેસ
કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે,” કર્ણાટકના એક વિધાનસભા મતવિસ્તારમાંથી 6,000 થી વધુ લોકોના
મત કાઢી નાખવામાં આવ્યા હતા.” ચૂંટણી પંચે જણાવ્યું હતું કે,” રાહુલ ગાંધીના આરોપો
ખોટા અને પાયાવિહોણા છે. કોઈ પણ સામાન્ય નાગરિક ઓનલાઈન કોઈનો મત કાઢી શકતો નથી.
વધુમાં, અસરગ્રસ્ત
વ્યક્તિને સાંભળવાની તક આપ્યા વિના મત કાઢી શકાતો નથી.”
રાહુલની પ્રેસ કોન્ફરન્સના ઉદાહરણનો ઉલ્લેખ કરતા, પંચે જણાવ્યું
હતું કે,” 2023 માં આલંદ
વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ કાઢી નાખવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો કરવામાં
આવ્યા હતા, અને ચૂંટણી પંચે
પોતે જ આ બાબતની તપાસ માટે એફઆઈઆરનોંધાવી હતી.”
કમિશને નોંધ્યું હતું કે, કોંગ્રેસના નેતા બીઆર પાટીલ
(કોંગ્રેસ) એ 2023 માં આલંદ
વિધાનસભા મતવિસ્તાર જીત્યો હતો. ભાજપના સુભાધ ગુટ્ટેદાર અગાઉ 2018 માં જીત્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ