પ્રધાનમંત્રી મોદીએ, નેપાળના નવનિયુક્ત પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાત કરી
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નેપાળના નવનિયુક્ત કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ નેપાળમાં તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
નમો


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે

નેપાળના નવનિયુક્ત કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાત કરી.

પ્રધાનમંત્રીએ નેપાળમાં તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત

કર્યો. તેમણે નેપાળમાં શાંતિ અને સ્થિરતા લાવવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે

ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે દેશના રાષ્ટ્રીય દિવસ પર

કાર્યકારી પ્રધાનમંત્રી કાર્કી અને નેપાળના લોકોને શુભેચ્છાઓ પાઠવી.

એક્સપર આ વાત જાહેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, મેં નેપાળની

કાર્યકારી સરકારના પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે ઉષ્માભરી વાતચીત કરી. મેં

તાજેતરના દુ:ખદ જાનહાનિ પર, મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી અને શાંતિ અને

સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસોને ભારતના અડગ સમર્થનની પુષ્ટિ કરી. મેં

તેમને અને નેપાળના લોકોને આવતીકાલે તેમના રાષ્ટ્રીય દિવસ પર મારી હૃદયપૂર્વકની

શુભેચ્છાઓ પણ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande