નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત સરકારે જણાવ્યું છે કે,” પાકિસ્તાન
અને સઉદી અરેબિયા વચ્ચેના વ્યૂહાત્મક સંરક્ષણ કરારનો અભ્યાસ તેના રાષ્ટ્રીય
સુરક્ષા પરિણામો અને પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પર તેની અસર માટે કરવામાં
આવશે.”
ગુરુવારે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના
પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે,” ભારત સરકાર તમામ ક્ષેત્રોમાં
રાષ્ટ્રીય હિતો અને વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે
પ્રતિબદ્ધ છે.”
પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” અમે સાઉદી અરેબિયા અને
પાકિસ્તાન વચ્ચે વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવાના અહેવાલો જોયા
છે. સરકાર આ વિકાસથી વાકેફ હતી. આ વિકાસ પહેલાથી જ વિચારણા હેઠળ હતો, જે બંને દેશો
વચ્ચે લાંબા ગાળાના કરારને ઔપચારિક બનાવે છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ