સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતી પરણીતાને કડોદરા વિસ્તારમાં રહેતા અને સાથે મિલમાં કામ કરતા કર્મચારીએ લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધી સમય પસાર કર્યો હતો. એટલું જ નહીં પરંતુ અવારનવાર યુવકે તેની પાસેથી હાથ ઉછીના રૂપિયા પણ લીધા હતા. પરંતુ તે રૂપિયા પણ પરત નહીં આપી અને લગ્ન પણ નહીં કરી તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતાયએ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે કડોદરા વિસ્તારમાં આવેલ ગોકુળધામ સોસાયટીમાં રહેતો વિકાસ સિંહ મિથેનેશસિંહ રાજપુત સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ એક ડાયમંડમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં જ રહેતી એક પરણીતા તેમની મિલમાં જ કામ પર આવતી હતી. આ સમયે વિકાસસિંહે તેની સાથે મિત્રતા કરી હતી.
શરૂઆતમાં તેમની સાથે વાતચીત કર્યા બાદ તેમને લગ્ન કરવાની લાલચ આપી હતી. જેથી પરણીતા પણ તેની વાતોમાં ભોળવાઈ ગઈ હતી અને હા પાડી હતી. ત્યારબાદ વિકાસશીલ અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી સમય પસાર કર્યો હતો. જોકે ત્યારબાદ વિકાસસિંહ અવારનવાર તેની પાસેથી હાથ ઉછીન રૂપિયા પણ લઈ લેતો હતો અને બાદમાં આ રૂપિયા પણ પરત નહીં આપી સમય પસાર કર્યો હતો. પરિણીતાએ બાદમાં લગ્ન કરવાનું કહેતા તેની સાથે લગ્ન પણ નહીં કરી તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે