નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગના બે કેસોની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, મંગળવારે દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ગોવામાં દરોડા પાડ્યા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, 'અરવિંદ રેમેડીઝ' કંપની અને તેના પ્રમોટર અરવિંદ બી. શાહ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 ની જોગવાઈઓ હેઠળ ચેન્નાઈ અને કાંચીપુરમ, કોલકાતા અને ગોવામાં કેટલાક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બીજા કેસમાં, ED એ 'ગુપ્તા એક્ઝિમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' કંપની સામે તપાસના ભાગ રૂપે કુલ 10 સ્થળો (દિલ્હીમાં નવ અને પુણેમાં એક) પર દરોડા પાડ્યા છે.
માહિતી અનુસાર, ઈડી ના આ દરોડા જુલાઈ 2021 ના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. સીબીઆઈ એ, આ કેસમાં ઓક્ટોબર 2016 માં એફઆઈઆર નોંધી હતી, જેમાં કંપની અને તેના પ્રમોટરો પર પંજાબ નેશનલ બેંક (પીએનબી) ની આગેવાની હેઠળના બેંકોના જૂથ સાથે લગભગ 637 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ નોંધાયેલ ઈડી ના દરોડાની આ બીજી ઘટના કંપની, તેના પ્રમોટરો અને ડિરેક્ટરો સામે સીબીઆઈ માં નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે. તેમના પર પંજાબ નેશનલ બેંક (અગાઉ ઈ-ઓબીસી બેંક) માંથી લેવામાં આવેલી લગભગ 425 કરોડ રૂપિયાની લોનનો ગેરઉપયોગ કરવાનો આરોપ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ