જીએસટી દરમાં ફેરફારને કારણે, 350 સીસી સુધીની નાની કાર અને બાઇક સસ્તી થશે
નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.). જીએસટી કાઉન્સિલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં વ્યાપક ફેરફારને મંજૂરી આપી છે. આ અંતર્ગત, જીએસટી માં પાંચ અને 18 ટકાના બે-સ્તરીય કર માળખાને મંજૂરી આપવામાં આવી છે. જીએસટી દરોમાં વ્યાપક ફેરફારને કારણે નાની
બાઈક -કાર


નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.). જીએસટી કાઉન્સિલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં વ્યાપક ફેરફારને મંજૂરી આપી છે. આ અંતર્ગત, જીએસટી માં પાંચ અને 18 ટકાના બે-સ્તરીય કર માળખાને મંજૂરી આપવામાં આવી છે. જીએસટી દરોમાં વ્યાપક ફેરફારને કારણે નાની કાર અને મોટરસાયકલ સસ્તા થશે. નવા દર 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પહેલા દિવસથી અમલમાં આવશે.

જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બાદ અહીં યોજાયેલી પત્રકાર પરિષદમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ માહિતી આપી હતી. નાણા મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગના સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જીએસટી દરોમાં સુધારા હેઠળ, 1,200 સીસી થી ઓછી અને 4,000 એમએમ થી ઓછી લંબાઈવાળા પેટ્રોલ, એલપીજી અને સીએનજી વાહનો અને 1,500 સીસી અને 4,000 એમએમ સુધીની લંબાઈવાળા ડીઝલ વાહનો પર વર્તમાન 28 ટકાને બદલે 18 ટકા કર લાગશે. તે જ સમયે, 350 સીસી સુધીની મોટરસાઇકલ પર 18 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે, જ્યારે હાલમાં તે 28 ટકા છે.

તેમણે કહ્યું કે 1,200 સીસીથી ઉપર અને 4,000 મીમીથી વધુની તમામ વાહનો તેમજ 350 સીસીથી ઉપરની મોટરસાઇકલ અને રેસિંગ કાર પર 40 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. જોકે, નાની હાઇબ્રિડ કારને પણ ટેક્સ મોરચે ફાયદો થશે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. આ ઉપરાંત, વાહનના ભાગો પર જીએસટી વર્તમાન 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંતોષ ઐયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે ઓટોમોબાઇલ ઉદ્યોગની જીએસટી દરોને તર્કસંગત બનાવવાની લાંબા સમયથી માંગ સાંભળી છે. તેમણે કહ્યું કે, આ જીએસટી સુધારો યોગ્ય દિશામાં એક પગલું છે, પ્રગતિશીલ છે અને વપરાશને પ્રોત્સાહન આપીને બહુપ્રતિક્ષિત પ્રોત્સાહન પૂરું પાડશે અને ઓટોમોબાઇલ ઉદ્યોગને વેગ આપશે. તેમણે કહ્યું કે, એકંદરે આ અર્થતંત્રને વેગ આપશે. હાલમાં, વાહનો પર 28 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આ જીએસટી નો સૌથી ઊંચો સ્લેબ છે.

વાહનના પ્રકાર પર આધાર રાખીને જીએસટી ના આ દર પર એક થી 22 ટકાનો વળતર સેસ વસૂલવામાં આવે છે. એન્જિન, ક્ષમતા અને લંબાઈના આધારે, નાની પેટ્રોલ કાર માટે કાર પરનો કુલ ટેક્સ દર 29 ટકા અને એસયુવી માટે 50 ટકા સુધીનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande