મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગર તાલુકામાં છેલ્લા 7 વર્ષથી કાર્યરત હસતું મુખડું જીવ દયા ગ્રુપ સતત પ્રાણીસેવામાં અગ્રેસર રહ્યું છે. અત્યાર સુધી ગ્રુપે અનેક નિર્દોષ પ્રાણીઓના જીવ બચાવી માનવતા ધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રુપના કુલ 50 સભ્યોમાંથી 20 જેટલા સક્રિય સભ્યો રાત-દિવસ જીવદયા માટે સમર્પિત રહે છે.
ગઈ કાલે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક તાત્કાલિક કોલ ગ્રુપને મળ્યો કે પાલડી ચોકડી નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે ચાર ગાય માતાને અડફેટે લીધી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રુપના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. ત્યાં પહોંચી જોવા મળ્યું કે બે ગાય માતા ગંભીર રીતે ઘાયલ હતી, જ્યારે બેને સામાન્ય ઈજા થઈ હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હસતું મુખડું જીવ દયા ગ્રુપના કાર્યકરો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. સમયસર પગલાં ભરાતા બે ગાય માતાના જીવ બચાવી લેવાયા. આ માનવતા ધર્મ નિભાવેલા કાર્ય માટે સમગ્ર વિસ્તારમાંથી ગ્રુપના સભ્યોની પ્રશંસા થઈ રહી છે.
આ કામગીરીમાં કેયુર પટેલ, રવિરાજ પટેલ, બ્રિજેશ પટેલ, ગોપી પટેલ અને નીર પટેલ સહિતના સભ્યોનું વિશેષ યોગદાન રહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR