ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટરએન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે મેરેથોન બેઠકો યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે કાયદો અને વ્યવસ્થા, સમુદ્રી સુરક્ષા, માર્ગ સલામતી, વાસ્મો સહિતની બેઠકોમાં અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં અધિકારીઓ સાથે પીવાના પાણી અંગે તેમજ વાસ્મો અને પાણી પુરવઠાએ તૈયાર કરેલી વિવિધ યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ અંગે ચર્ચા કરી હતી.
કલેકટરએ યોજનાઓના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન સાથે નાગરીકલક્ષી બાબતોની ચર્ચા કરી હતી.
નિવાસી અધિક કલેક્ટરએ સભ્યશ્રીઓ સાથે ચર્ચા દ્વારા માર્ગ સલામતીની સ્થિતિની સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ગત મિટિંગમાં ચર્ચા થયેલ માર્ગ સલામતી માટેના વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી.
તેમણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના અનુસંધાને અસામાજિક તત્ત્વોની સામે કડક પગલાં લેવા તેમજ ડ્રગ્સ જેવા માદક પદાર્થો સામે જાગૃતિ અભિયાન ચલાવવા સૂચન કર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લો બહોળો દરિયાકિનારો ધરાવતો હવાથી નિવાસી અધિક કલેક્ટરએ સમુદ્રી સુરક્ષા વધારવા તેમજ દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર.પરમાર, ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ, ઉના ડી.વાય.એસ.પી. ચૌધરી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ