સોમનાથ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા કરેલ સુચના મુજબ,એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ નાઓના માર્ગદર્શન અનુસાર તા.૨૬/૦૯/૨૦૨૫ ના એસ.ઓ.જી. સ્ટાફના ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્સ. તથા મેહુલસિંહ પરમાર પો.કોન્સ. એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસર ડો. મહેશ આર. પઢીયાર નાઓને સાથે રાખી મુળદ્વારકા ગામે, મહેશ મીઠા રાઠોડ, .કડવાસણ ગામ વાળો ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક /દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન તથા સિરપની બોટલો તથા છુટી દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી તથા દવાનો જથ્થો કુલ આર્ટીકલ-૩૭ જેની કુલ કિ.રૂ.૮,૯૧૪/- ના મુદામાલ સાથે મળી આવતા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ