કપરાડા તાલુકામાં 18 માર્ગ બંધ, 40થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો
વલસાડ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા તોફાની વરસાદને કારણે કપરાડા તાલુકાની કોલક, દમણગંગા, પાર નદી સહિતની નદીઓ તથા ખાડીઓ ઉફાન પર આવી ગઈ છે. જેના કારણે 18થી વધુ કોઝવે ડૂબી જતા 40થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના પગલે
Valsad


વલસાડ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા તોફાની વરસાદને કારણે કપરાડા તાલુકાની કોલક, દમણગંગા, પાર નદી સહિતની નદીઓ તથા ખાડીઓ ઉફાન પર આવી ગઈ છે. જેના કારણે 18થી વધુ કોઝવે ડૂબી જતા 40થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

ભારે વરસાદના પગલે ખેતીને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને હલકા પ્રકારના ડાંગરના પાકને ભારે અસર પહોંચી છે, જ્યારે શાકભાજીના પાકને પણ નુકસાન થયું છે.

આ વચ્ચે કપરાડાના માલઘર ગામના મિકાઠી ફળિયા વિસ્તારમાં શનિવારે રાત્રે માહદુ ભીખાભાઈ નામના ખેડૂતના ઘર ઉપર એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટના દરમિયાન ઘરની દિવાલો તથા સામાનને ભારે નુકસાન થયું, જોકે સદનસીબે ઘરમાં રહેલા તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande