હાર્બર પોલીસ સ્ટેશન દ્વારા કાયદાકીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાણવણી માટે હંમેશા તત્પર રહે છે અને પોરબંદરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યરત છે ત્યારે પોરબંદરના હાર્બર મરિન પોલીસ મથક દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ત
હાર્બર પોલીસ સ્ટેશન દ્વારા કાયદાકીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું.


પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાણવણી માટે હંમેશા તત્પર રહે છે અને પોરબંદરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યરત છે ત્યારે પોરબંદરના હાર્બર મરિન પોલીસ મથક દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સી ટીમના સભ્યો દ્વારા સીલ્વર સ્ટાર યુનીટ-2 માં કાયદાકીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા સી ફૂડ કંપની માં કામ કરતી વર્કર બહેનોને નશીલા પદાર્થોથી તથા નુક્શાન તથા માદક પદાર્થના ઉપયોગ તથા ફેરા કેરી થી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા સારુ એવરનેસ કરી ડ્રગ્સ એક્ટીવીટીના હેલ્પલાઈન નં.1933ની માહીતી આપવામાં આવી હતી તેમજ શી ટીમ વીશે માહિતગાર કરેલ. જેમાં મહીલાઓને પરેલુ હિંસા, શારીરીક માનસીક ત્રાસ, જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ જે POCSO વિશે પણ માહિતગાર કરેલ તેમજ મહિલા હેલ્પલાઈન 181 ની વિગતવાર માહિતી આપેલ આળકીને ચિલ્ડ્રન હેલ્પલાઈન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને ટ્રાફીક ના નિયમો અંગે સમજ કરેલ તથા સાયબર ક્રાઈમ થી થતાં કોડ બાબતે માહિતી આપેલ તેમજ ઈમર્જન્સી હેલ્પલાઇન નંબર 181 અને 112 નંબર વિશે પણ માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande