ભરૂચ/ગાંધીનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): ભરૂચ- રવિવાર - આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ–૨૦૨૫ અંતર્ગત ગુજરાતભરમાંથી આભારપત્રો લખવાના વિશાળ અભિયાનની શરૂઆત થઈ છે. સભાસદો દ્વારા શરૂ કરાયેલા આ સ્વયંભૂ આ અભિયાન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભરૂચના મોહમ્મદપુરા યાર્ડ ખાતે સાથે સંકળાયેલા હજારો ખેડૂતો, બજાર સમિતિના વેપારીઓ મળીને પશુપાલકો અને સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા. મહિલા સભાસદો પણ આ અભિયાનમાં સહભાગી થઈ છે. નરેન્દ્ર મોદી સરકારે જીએસટી માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો જેને સૌ ખેડૂતો તથા વેપારીઓએ ઉત્સાહથી વધાવ્યો હતો.
ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્ર સાથે વધુને વધુ જોડાવા પ્રોત્સાહિત કરવાનો અને રોજગારી તકો ઉભી કરવાની દિશામાં સહકારથી સમૃદ્ધિના અભિગમ મજબૂત કરવાના વડાપ્રધાનના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો પ્રત્યે આભારની લાગણી સભાસદો વ્યક્ત કરી રહ્યા છે.
વડાપ્રધાનએ સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો-પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો, યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. સાથે જ જી.એસ.ટી. અમલીકરણ તથા સ્વદેશી અભિયાનને વેગ મળ્યો છે.
ભરૂચ જિલ્લાના સહકારી કાર્યકરો, સભાસદો તથા દુધઉત્પાદક પશુપાલકોએ વડાપ્રધાનના આ પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ